Thursday, 3 November 2016

ગઝલ

###તો ઠીક છે###

દિલ દીધું એને મારું ; સ્વીકારે તો ઠીક છે,
મારા માટે એ થોડુંક વિચારે તો ઠીક છે,

નયન થકી ઘા પર ઘા કરતી તું  ચાલી  જાય છે,
મલહમ આવી હળવેથી જ લગાડે તો ઠીક છે.

હાથ તણી જ મહેંદી ;રંગીની છે એની છતા,
એ હાથો માં મારું નામ લખાવે તો ઠીક છે.

જુવો અનહદ પ્રેમ તણા નીર વહે બેફામ  ને,
ઝરણે પ્રીત તણી તરસ જ છીપાવે તો ઠીક છે.

ન  પ્રસ્તાવ જરા સ્વીકારે એ; 'સંદીપ', છતા હવે,
કોઈ હાલે દિલ એને ય જણાવે તો ઠીક છે.

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment