Thursday, 3 November 2016

અછાંદસ

અછાંદસ

એની સાથે
મુલાકાત પહેલી
હથેળિમાં છલકે
રેખા ઝીણું મલકે
સજજડ આંખો
મઘમઘ રેલી પાંખો
હૈયું મૂંગુ મંતર
ભીતર રણઝણ જંતર
ઝરણું ખળખળ વહેતું
એકરાર કરે
પલકારાની પહેચાનમાં
ચહેરે છલકે ગગરી
ચલ ગઈ મગરી
મત્ય ફરફર બંધ
તાર સાર લઈ
બંધ હોઠમાં બહાર
ભાર લઈ બોલે
હું તને ચાહું છુ્ં....
છમ છમ છૂટયા વેણ
પલકમાં
ચળવળ લઈ
કોયલ બોલે
દિશા ખોલે
મનના મોલે
વાગ્યા જાગ્યા તોર
જોર લઈ બોલ્યા
કળા કરી નાચે મોર
ઝરમર વરસે
ફોરાથી થઈ ગયો
ખંડ ખંડને છેદી
બારણાં ભેદી
રણકે કેકારવ.....!

- રવિ ડાંગર (મોરબી)

No comments:

Post a Comment