Thursday, 3 November 2016

ગઝલ

મારે તો રોજ નવો કક્કો..
બારાક્ષરીની ફોજ આવે
લટકા કરતી મારી સામે,
વિરામ ચિહ્નોની ભાળ નથી,
વ્યાકરણનો પોતાનો ખટકો.. મારે તો રોજ..

કવિતા ગીતો ની લાગે ભરમાળ,
થોડાક પ્રસંગોનો અણસાર.
મોં મચકોડતાં પેલા,
હાઈકુ નો અલગ લટકો... મારે તો રોજ..

વેદના અને હાસ્યની છોળ,
સમજ મેળવવાની કપોળ,
'આહ' અને 'વાહ' માં
છંદનો સાહજિક તડકો...મારે તો રોજ..

-શીતલ ગઢવી "શગ"

No comments:

Post a Comment