Thursday, 3 November 2016

ગઝલ

ભૂલા  પડી  ભીઁજાવા  જગતમાં  ભમવું  પડે છે,
સ્મરણ  સફરનાં  સાથી  બનીને  સજવું  પડે છે.

દર્દોનું   ટોળું   ભમતું    હદયની    કોઈ   બખોલે,
દિલ પણ મનાવીને દોસ્ત,ખળખળ હસવું પડે છે.

કોરું રહી  જાશે  ક્યાંક,ને  ત્યાં  તો ભીનું મળશે,
શા  કાજ  મુંઝાવું ?  સંગ  તરણે  તરવું  પડે  છે.

બળવો કરીને ક્યાં જઈ અટકશો? મથ્યા કદીએ?
પારસમણી  બનવા   પંડને   પણ  ઘસવું પડે  છે.

શરતો  મહી  સ્થાપિત નાં  કરો સઘળી જિંદગીને,
સંજોગ  જેવાં,  સંગે   સમયની,  સરવું  પડે   છે.

ત્યાગી ઘણાં શમણાં,જીવતાં શીખો આમ જ્યારે,
અવતાર   લઈને,  એઠું   ખુદાને  જમવું   પડે  છે.

નગ-વન,નદી-ઝરણાં, રમ્ય  એવી 'જ્ન્નત' ભરી લે,
બેહાલ  થઈ  રણ સમ તોય  ઈશને નમવું પડે  છે.

-જ્ન્નત
પિનલ સતાપરા

No comments:

Post a Comment