આમ ક્યાં સુધી
મૌન ધારણ કરીને
બેસી રહેવાનું ....?
ઉર્મીઓ બંધબારણે
એકલી એકલી ફૂલ
સાથે રમત રમે
ખાલીખમ દોડતી ઇચ્છાઓને આ બધું ગમે ......!
....?
?
??????
પંતગીયાંનાં ટોળાં
પ્રકાશને
અટકાવી દે
ને વળી ..
કરોળીયાની અંગમરોડની કસરત
ક્યાંય સુધી
એકીટસે હિપ્ટોનિઝમ
કરીને
આખા ઓરડાને
કઠપૂતળી ની જેમ
નચાવે રાખે છે .
પાછો હવાબારી પાસે આવીને
છેક દૂર સુધી
દેખાતા એકલતાના પડછાયા જોયા કરું છું .........
....આકાશ
No comments:
Post a Comment