Saturday, 5 November 2016

ગઝલ

ગઝલ...

ફરી એકાંતને હુ ભરસભામા લઇને આવ્યો છુ.
ઢળેલી રાતને હુ ભરસભામા લઇને આવ્યો છુ.

ઘણા વર્ષો થયા, બોલ્યો હતો હુ એક-બે શબ્દો,
અધુરી વાતને હુ ભરસભામા લઇને આવ્યો છુ.

સભામા દ્રોપદીના રોકકળ-પોકારથી દાઝ્યો,
બળેલી જાતને હુ ભરસભામા લઇને આવ્યો છુ.

ગજુ મારુ નથી કે એક પણ જગ્યા ભરુ ખાલી,
વળી ઓકાતને હુ ભરસભામા લઇને આવ્યો છુ.

ઉદાસી કાગળે છાંટી, ભરુ રંગો પ્રણય કેરા,
ઉપસતી ભાતને હુ ભરસભામા લઇને આવ્યો છુ.

અહિ હુ એકલો આવી શકુ, એવો સક્ષમ નથી,
શબ્દની નાતને હુ ભરસભામા લઇને આવ્યો છુ.

- દિપક મહિડા 'દર્પણ'

No comments:

Post a Comment