Saturday, 5 November 2016

ગઝલ

તું અને તું, તું જ તું ને ફક્ત તું.
રાત-દિવસ, ક્ષણ-સદી હર વક્ત તું.

શબ્દ સૌ તારા તરફ ચાલ્યા જતા
મૌનમાં થૈ જાય છે પણ વ્યક્ત તું.

બસ નિરંતર હોય છે તારૂં સ્મરણ
તે મને દીધો દરજ્જો : “ભક્ત તું”.

બ્રહ્મ ને પરબ્રહ્મ દેખાશે તને
થા પ્રથમ હદથી વધું આસક્ત તું.

લાલ કરવા લાલથી આગળ વધી
જે હ્રદય લથબથ કરે એ રક્ત તું

           --- ધર્મેશ ઉનાગર

No comments:

Post a Comment