== ગ્લોબલ વોર્મિંગ ==
આ ધરતી, પર્વત, ગગન
આ ફૂલ, વેલી, ચમન
ને આ આખાય ખલકને
ખાઈ ખાઈને તંદુરસ્ત છે
મારી કવિતા.
એકેક નામી-અનામી વૃક્ષની
શાખા-પ્રશાખા છે મારા હાડકા
ટટ્ટાર ઉભી છે મારી કવિતા.
ઝરણાં ને ખળખળ સરિતા
લહું ભરી ભરી મારી કવિતા.
સાંજ પહેરીને શું પડી છે?
ક્યાં ઠેસ વાગી તને?
જાણે
એમણે તો પીંડીથી જ
કાપી દીધા છે હાડકા.
લ્હાય પ્રજ્વાળે છે આ સવિતા
હવે તો
સુકાઈ રહ્યા છે મંથન
આમિષ-રૂધિર
તરફડે છે... તરફડે છે મારી કવિતા
લ્હાય પ્રજ્વાળે છે આ સવિતા
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment