ગઝલ
એવું તો શું કશુંક છે તારી સુવાસમાં;
જાણે રહું છું કાયમી નૂતન પ્રવાસમાં ?!
સૂરજમુખીના ફૂલ સમ ખીલ્યાં તરું સતત;
જીવન સમું શું હોય છે એવું ઉજાસમાં ?!
સઘળું ય વિશ્વ સામટું ગતિશીલ હોય છે;
લય- નર્તનો કર્યાં કરે શાબ્દિક સમાસમાં !
પ્રત્યેક પગલે લાગશે નિત નિત નવું નવું;
પ્રત્યેક ક્ષણને માણવી ખાસં ને ખાસમાં !
મીઠાશથી સભર સભર કો' આમ્રફળ સમા;
હરપળ સુવાંગ શબ્દને ઊછેરું ચાસમાં !
----- ગુણવંત ઉપાધ્યાય
No comments:
Post a Comment