Monday, 7 November 2016

ગઝલ

આમ તરસ્યું, આમ પાણીમાં ગયું         
આયખું   સુમસામ  પાણીમાં ગયું !

નોંધ એની તેં ન કંઈ લીધી અને              
મેં   કરેલું    કામ   પાણીમાં  ગયું !

ડેમ   ઉપરવાસમાં બાંધ્યો  હતો             
એ તૂટ્યો ને  ગામ  પાણીમાં ગયું !

ને ભર્યાં છે  ઠાંસી ઠાંસી ફૂલ મેં            
એક તરતું   ઠામ  પાણીમાં  ગયું !

વાદળોમાંથી   વરસતું'તુ   અને               
એમ જળનું  નામ પાણીમાં ગયું !
                
                     પારુલ વાળા

No comments:

Post a Comment