Monday, 7 November 2016

અછાંદસ

પ્રશાંત જગ સુતું છે ને....

હું ઢોલિયો ઢાળી,
અત્તર ઢોળી,ફોરમ ફેલાવી,
વદન પર ચંદન લીપીને
નિંદ્રાદેવીના શરણમાં છું,
એક સર્પ મારા જમણા પગના
અંગુઠા થી પ્રવેશીને
મારા તન ઉપર ભીસ જમાવે છે,
મખમલી,સુવાળો એનો સ્પર્શ
અચેતનને ચેતન બનાવીને
મારા અર્ધજાગ્રત મનને
જાગ્રત કરીને ઢંઢોળે છે,
મારા જમણા પગના અંગુઠેથી
નીકળેલો એ અગ્નિ
શું મારાપણાની સાબિતી છે કે
સર્પ મારા તનને લાડ લડાવે છે
તેથી હું શિવ કે વિષકન્યા:
સવાલ પીડે મને,
કોઈના જીવને
ઉજાગર કરું કે ડસું ?
જુગલ જોડીમાં
હું ગીરીશ્રુંગે બીરાજું
પાતાળમાં રહું કે મરુભૂમિ પર
શિવપાર્વતી-સર્પસર્પીણી !
યોનિ અદલબદલથી
મન બદલાય ? આત્મા બદલાય ?
ઈચ્છા નવા પરિવેશ લઇ આવે,
ચલિત કરે....ભરમાવે...
જીવને શિવમાં પરિવર્તન પામતા
યુગો લાગે શિવને જીવમાં !!!
ક્ષણ...
ક્ષણને સાચવીને
સ્ખલન અટકાવીએ....

અસ્મિતા

No comments:

Post a Comment