ફુલને કોઈ સભામાં જોતરી શકતું નથી,
કંટકોનાં દર્દ સંગે એ સરી શકતું નથી.
હો અનેકી રંગ જીવનનાં તરોતાજા ભલે,
ખોખલા મનથી જરા પણ નીખરી શકતું નથી.
ભીડ થઈ ગઈ છે જખમની ભર બજારે એટલે,
આમ, કોઈ દર્દ કૂણું ખોતરી શકતું નથી.
લાગણીની જાત કેવી વાંઝણી થઈ ખોરડે
એ જ કારણ કે હદય કઇ કોતરી શકતું નથી.
જે વિરાસતમાં નથી સુખ મ્હેલોનું બધું,
પાનખર હિસ્સો બને તો, મરી શકતું નથી.
કેટલા શમણાં બળીને રાખ થઈ ઊડી ગયા,
વેદનાંને પારખી એ ઘા ભરી શકતું નથી.
કોઈ કાયમ પૂછતું ઠેકાણું આ દિલનું મને,
હું કહું કે એમ કોઈ ઘર ફરી શકતું નથી.
આપણે કઠપૂતળાં છીએ ખુદાના એટલે,
જિંદગીનાં કોઈ હસ્તાક્ષર કરી શકતું નથી.
છે હકીકત એ નજરની તો ચકાસીને જુઓ,
આમ 'જ્ન્નત'માં જુઠાણું પાંગરી શકતું નથી.
જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment