Tuesday, 8 November 2016

સાંજી ગઝલ: ૧


જે ખુપે છે આંખના ખૂણે રહી નાનુ કણુ,
એ નજરની સાવ સામે તરવરી શકતુ નથી.
- દિપક મહિડા 'દર્પણ'

જે ખુપે છે આંખના ખૂણે રહી નાનુ કણુ,
એ નજરની સાવ સામે તરવરી શકતુ નથી.
- દિપક મહિડા 'દર્પણ'

યુદ્ધશૂરા સવ્યસાચી હોવું નિપુણ  તે છતાં
કોઈ મન મરકટને કાબુમા કરી શકતું નથી.
---રસિક દવે

નીંદ પારેવાંને કોઈ નોતરી શકતું નથી
કૈદ નયને સ્વપ્ન કોઈ ખોતરી શકતું નથી
પૂર્ણિમા ભટ્ટ  "તૃષા"

કાન રાધા ફૂલ આંખે પાંગરી શકતું નથી.
હોડમાં એ આયખું કો નાગરી શકતું નથી.
ડૉ. ભાવેશ જેતપરિયા

ધર્મ શરણે હાથ માતા કેટલા અહિ જોડશે?
પાપ સો પર માટલું આ સંઘરી શકતું નથી.
-હેતલ મકવાણા

પાપણોની આડમા દેતા હશે નરમાશ એ,
આંસુ વિના સ્વપ્ન કદિયે પાન્ગરી શકતુ નથી.
- દિપક મહિડા 'દર્પણ'

દુ:ખ એવું સુ:ખ જેવું, આમ દરિયો જીંદગી
સંગ વિના નાવડુ તો, આ તરી શકતું નથી.
ઇશ

એષણાઓ પાળી પોષી ઉછેર્યાં સર્પોલિયાં
મનડું  આ મર્કટ સમું,  ખેરવી  સકતું  નથી
હેમા ઠક્કર "મસ્ત "

સોળ શ્રૃંગારે સજાવું રે ગઝલ ઊતરો અહા,
ટેરવું આ રીસ તારી  સાચવી શકતું નથી 
હેમા ઠક્કર "મસ્ત "

ટોચથી ઊંડાણમાં ગબડી પડું હું માનવ,
આ અશ્રુ આજે મને જો સંઘરી શકતું નથી.
"શગ"

આંખમાં મરજી મુજબ એ પાંગરી શકતું નથી,
સ્વપ્ન પણ હદથી વધારે વિસ્તરી શકતું નથી.
રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment