Tuesday, 8 November 2016

સાંજી ગઝલ: ૨

સ્હેજ તારી વાત સળગે આંખમાં ઠરતું નથી
સહજ ભીના ભાવને ખીલાવવા વળતું નથી
ડૉ. ભાવેશ જેતપરિયા

ઠગ નયન તારા મન મૂકી શકતું નથી
ફાગણ છે છતાંય ફુલ ખીલી શકતું નથી
શૌર્ય .

आंखना आ अश्रु द्वारा कोइ सिंची जाय छे
एटले आ फूल यादोनुं खरी शकतुं नथी
-सर्जक

મનને મારીને મનાવું છું હું મનને તે છતાં
જીવવાની એષણામાં મન મરી શકતું નથી!
હરિહર શુક્લ

હાથને મહેનત હવે ઓછી થશે;
આંસુ પણ લૂંછાય છે વરસાદમાં.
રવિ દવે 'પ્રત્યક્ષ'

એ જ તારી આંખ વચ્ચે પાંગરી શકતું નથી,
છે સમજનું ફૂલ ચહેરા પર તરી શકતું નથી,
જયદીપ દવે

હું તારી માદકતા ને હાથ થી સ્પર્શી શકતો નથી ,
સુવાસ તારી મારા મન ને મારી શકતું  નથી .
-જયદીપ દવે

હેત છે એ કારણે સમજાઉ હું આજે તને,
લૈ હૃદય ખાલી હવે કોઈ ફરી શકતું નથી.
"શગ"

વાયરો ફુકાય ચારે કોરથી શું જોરમાં,
ઓલવીને દીપ અંધારૂ ભરી શકતું નથી.
કશ્યપ લંગાળિયા "કજલ"

જોઉં છું તારી છબી આબાદ આખી રાતમાં,
યાદનું પંખી રહે જીવિત મરી શકતું નથી.
"શગ"

હો અનેકી રંગ જીવનનાં તરોતાજા ભલે,
ખોખલા મનથી જરાપણ નીખરી શકતું નથી.
જ્ન્નત

ઝાંઝવા ને ભાગવું મઝધાર માં લંગ઼ારી શકતું નથી,
હોય ભલે કોરું ભઠ પણ જળ કદી પાલવી શકતું નથી.
નીતિન મહેતા

કાયમી એડ્રેસ પંખી  એટલે દેતું નથી,
ઝાડ એનું નામ થડ પર કોતરી શકતું નથી!
-શિવમ રાજપુત

દિલ જખમ વારેઘડી ખાઈને પથ્થર થઈ ગયું
એ જ કારણ છે કે અશ્રુ નીતરી શકતું નથી!
-શિવમ રાજપુ

જે દિવસ આખો તપીને, સાંજ વેળા આથમે
દર્દ તારું આંખ આજે, છાવરી શકતું નથી
ઇશ

વ્હાણ  ડૂબેલું  કિનારે  લાંગરી  શકતું  નથી
એ  જ  તારી  આંખ  વચ્ચે  પાંગરી શકતું  નથી
માધવી  ભટ્ટ

યલાગણીની જાત કેવી વાંઝણી થઈ ખોરડે
એ જ કારણ કે હદય કઇ કોતરી શકતું નથી.
જ્ન્નત

आंख केवल आंख,दृश्योने प्रतिबिंबित करे
आंखनुं ऊंडाण  कोई  चितरी  शकतुं  नथी
भरत भट्ट

હોય યોદ્ધો સવ્યસાચી યુદ્ધશૂરો તોય શું?
માકડુ મન જીતવા દાવો  કરી શકતો નથી.
--રસિક દવે

કોઈ કાયમ પૂછતું ઠેકાણું દિલનું મને
હું કહું કે એમ કોઈ ઘર ફરી શકતું નથી
જ્ન્નત

પાંચસોની ને હજારી નોટો જવાની બેંકમાં,
કાળુનાણું શ્વેત સામેથી કરી શકતું નથી.
કશ્યપ લંગાળિયા "કજલ"

લે હવે વાપર હજારી નોટને ગણતું નથી,
આ સમયનું મૂલ કોઈ પણ કરી શકતું નથી.
ડૉ. ભાવેશ જેતપરિયા

No comments:

Post a Comment