Tuesday, 8 November 2016

છંદ

.    [ ભવ જળ તારણ ભગવંતા ]
          કવી  -  ચમન ગજ્જર
              છંદ - ત્રિભંગી

સબ પાપ પ્રજારણ દૈતાં મારણ વિપત વિદારણ જળ વાસી,
નિજયા ધ્રમ કારણ નર તન ધારણ અધરમ ટારણ અવિનાસી,
જીહ નામ ઉચારણ મન દલ ઠારણ સબ ઘટ વારણ દખ તંતા,
જય અધમ ઉધારણ અગ જગ જારણ ભવ જળ તારણ ભગવંતા.

જે જગત બનાતા સાયર સાતા સમર સુહાતા ઉગણ પસા,
ફળ ફુલ ઉગાતા ખલક ખીલાતા વો સુખ દાતા ઘટે વસા,
જગતી જીવાતા ભગત બચાતા અહો વિધાતા અરહંતા,
જય અધમ ઉધારણ અગ જગ જારણ ભવ જળ તારણ ભગવંતા.

હરણાકસ કોપ્યો કલી થભ રોપ્યો ઝાળે ઝોંપ્યો નિજ તન કું,
દિય બાંગ લગાવી તણ ઘડી આવી લીયો બચાવી નિજ જન કું,
અપરાપર આખ્યો અવિચળ રાખ્યો ભુ પર ભાખ્યો સબ સંતા,
જય અધમ ઉધારણ અગ જગ જારણ ભવ જળ તારણ ભગવંતા.

રાખહ પડ રારા સકલ સંસારા કીયા પુકારા આવ કને,
આરત કન ધારા ભે અવતારા ભાર ઉતારા દૈત હને,
કવી 'ચમન' ઉચારા શુભ ગણ તારા આય ઉબારા તવ ભગતા,
જય અધમ ઉધારણ અગ જગ જારણ ભવ જળ તારણ ભગવંતા.

( કવી - ચમન ગજ્જર )

No comments:

Post a Comment