Tuesday, 8 November 2016

ગીત


ખુલ્લાં રાખજો બારીને બારણાં તું જો
અરજ કરીને બાંધી છે ધારણા તું જો

હવા લહેર સંગ પતંગિયાની પાંખો લઇ
કુસુમના રંગ પેહરી હું આવું તું જો
હળવેથી ગાલે ચૂમી ઝૂમી ઝૂમીને ભરું
તારી અલકલટને રમાડું હલવી તું જો
એમાં ય જો વળી સરકે તારો પાલવ
મખમલિયા સ્પર્શ તળે સવારું તું જો....

મારા વિરહ ના ભારથી લદાયેલા આ
પોપચાં હળવેથી ફૂંક મારી પંપાળું તું જો
હ્રદયના હાર સમી મારી રુદિયાની રાણી
અછો અછો વાના હું કરું તને તું જો
હીંચીશ હું તને હરખને હિંડોળે બેસાડી
આંબા ડાળે કોયલ કરતી ટહૂકા તું જો

ઉઘાડ આ બીડાયેલા નયન દ્વાર હવે
હકીકત સમો હું ઉભો છું તું જો
સ્વીકારી પલપલ મહેકે વાતે સાંધી જો
જનોમોજન્મની ગાંઠ હવે તું બાંધી જો
થશે આંગણે તોરણ ટહુકારા માજમ
આતમ દીપક પ્રજ્વલિત થશે તું જો.....

અસ્મિતા

No comments:

Post a Comment