(1)
== 'ધુમ્મસ' ==
ગઈ કાલે પેલો સૂરજ
ધુમ્મસમાં એટલું બધું
ન્હાયો, એટલું બધું ન્હાયો
કે આખરે તે
બરફ થઈ ખરી પડ્યો.
= ડૉ એસ.એસ.રાહી
(2)
કટાક્ષિકા = મોનો ઈમેજ
== ઈતિહાસ ==
મહેલની દીવાલોના કાનમાં
ઝીલાયેલો ઇતિહાસ
પૂર્વગ્રહોથી મુક્ત થઈ
નવેસરથી લખાવા ઇચ્છે છે
કોઈ સંનિષ્ઠ અભ્યાસુની કલમે
= ડૉ મધુભાઈ કોઠારી
(3)
== સંવાદ ==
એની બોલતી બંધ કરવી
નામુમકિન છે.
પણ
હું ય કઈ કમ નથી
એને
સાંભળવાની મજા લઉં છું !!
= મંથન ડીસાકર
No comments:
Post a Comment