કહેવાથી મને કોઈ ફરક પડતો નથી.
થઈ જે ચીજ બીજાની હું એ અડતો નથી.
કણે કણમાં સમાયો છું હવે ત્યાં યાદમાં,
ચણાયો એક માણસ આજ એ જડતો નથી.
બહુ થાકું વિચારીને જુદાઈનો દિવસ,
સમયને દોષ આપી ભાગને રડતો નથી.
નવો આનંદ લૈ સમજાઉ આ ભોળા સ્વને,
સતાવે નામ દઇને વાતમાં લડતો નથી.
મનાવી લીધુ મારું મન મુકી તારી કસમ,
બનીને રાહનો પાસાણ હું નડતો નથી.
"શગ"
No comments:
Post a Comment