Monday, 7 November 2016

અછાંદસ

સવાલની પાંખો

કેટલો પ્રેમ !
અમાપ એનો હોય ના હિસાબ
બેહિસાબ કહું
કેટલા ભવનો નાતો
લખચોર્યાસી પમ ઓછી પડે 
તારીને અને મારી ઓળખ
હૈયું ખોલી જોતા
તરવરે આંખની ભાષા
કીકીમાં રહેલો ચહેરો
વળગે આશા
સળગે આશા
ક્યાં સુધીનો પગરવ
શ્વાસના છે શણગાર
અનંતની યાત્રા સુધી લંબાય છે
આ લંબાયેલો હાથને
સગા વ્હાલા કોણ ?
અથડાય છે સવાલ પલેપલે
વહાલને વેરતા પછી ચોમેર ઘેરતા
દુનિયા છલોછલ
ભરતી ભાવથી તરવતી
તગતગ આંખો સામે
કોણ  કોનું....હોવું...થવું...??
સવાલની ફફડે છે
ધરતીથી આકાશ તક લંબાતી પાંખો
વીંઝ્યા કરે છે સવાલ પર સવલ:
હું કોણ ?
તું કોણ ?

ડૉ. અયના ત્રિવેદી 'અયુ'

No comments:

Post a Comment