સાધુ થઈને સાધુતાની પત્તર ઠોકે,
સાચા લોકોની શ્રદ્ધાની પત્તર ઠોકે.
આજે તારું મારું મળવું યોગાનુંયોગ,
વ્હેમી સૌ એમાં અફવાની પત્તર ઠોકે !!
સાચામાં સાચું જુએ તો ઈશ્વર થાયે,
ખોટામાં સાચા જોવાની પત્તર ઠોકે.
ઉપર લખતો જાય ગઝલ છે ને અંદર એ,
છંદ વગરના ગોટાળાની પત્તર ઠોકે.
જીવનમાંથી બાદ થયો એક દિવસ 'પ્રત્યક્ષ',
જન્મ દિવસમાં કાં જલસાની પત્તર ઠોકે ?
રવિ દવે 'પ્રત્યક્ષ'
No comments:
Post a Comment