Friday, 11 November 2016

છંદ

ઘનાક્ષરી છંદ
કવી - ચમન ગજ્જર

દૈવકી દુભાવી પછી જનમ્યો જગદાધર,
જનમ્યો તો બાપને પાણીમાં ઉતરાવી ગો,
માટલાં માખણ તણાં ફોડીયાં માવા તે ઘણાં,
જેણે પ્રેમ કરીયો એનેજ રોવરાવી ગો,
કાળી કાળી કુબજા કાં કાન તારા દીલ વસી,
ભોરી એ કિશોરી રાધા રાણીને ભુલાવી ગો,
અકળ લીલા છે કેવી તારી અવિનાસ કે તું,
પાપીઓ ને તાર્યા ને ભગત ભરમાવી ગો.

થાન ને દબાવી ધાવી માસીને તેે મારી નાંખી,
બકાસુર ત્રાસથી તું બ્રીજને બચાવી ગો,
કોપ કરી આવીયો સાંબેલા ધારે મેખ ત્યારે,
ઉંગલી પે ગિરીધારી ગિરી તુ ઉઠાવી ગો,
જમુના નદીને આરે પુનમ ની રાતનો જે,
જામિયો 'તો રાસ ત્યારે બંસરી બજાવી ગો,
પ્રેમની મોહિની નાંખી વસમાં કરીને હવે,
કઠોર હૈયાના કાન કેમ વિસરાવી ગો ?

- ચમન ગજ્જર

No comments:

Post a Comment