નીંદને લૂંટી જવાનાં કારણો આપો તમે
સ્વપ્નને ઘૂટી જવાનાં કારણો આપો તમે
સળવળી રે'તાં સતત જે સ્વપ્ન આંખોમાં હજુ,
ત્યાં પલક ચૂંટી જવાના કારણો આપો તમે,
જીંદગી ઊભી વળાંકો પર અનોખા ત્યાં છતાં,
રાહબર છૂટી જવાનાં કારણો આપો તમે,
બાગનાં ફૂલોની વાતો પણ સુગંધીદાર છે,
બાતમી ફૂટી જવાનાં કારણો આપો તમે,
આ છે વિહ્વળતા "તૃષા"ની રણ મહીં મૃગ સમ છતાં
અશ્રુઓ ખૂટી જવાનાં કારણો આપો તમે
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment