" ઓચિંતું એક દિ' જવાનું છે,
જીવન એ તો એક બહાનું છે..
કર્મના ખેલ છે બધાય ન્યારા,
જેવું કર્યું તેવું ભોગવવાનું છે..
અથાગ છે આ સંસાર સાગર,
બસ એકલાએ જ તરવાનું છે..
ચેતી જજો બુરું ઈચ્છનારાઓ,
નક્કી છે એ બધું જ નડવાનું છે..
જીવન જીવતાં શીખો 'જનાબ',
અંતે તો બસ એ બળવાનું છે..."
- વિક્રમ સોલંકી 'જનાબ'
No comments:
Post a Comment