દર્દની ચીસો મને પડઘા બની જીવાડશે,
વેદનાની ચીસ સાથે લેખિની જીવાડશે..
શર્તની ખાલી હવા તમને જીવાડે છે ભલે
પણ મને તો મોજ ને દિવાનગી જીવાડશે..
એક સપનાની મુકી છે વાત પલ્લામાં હવે,
ત્યારથી આ ચંદ્રમાની શર્વરી જીવાડશે.
મુઠ્ઠિ વાળી જાત ખુલ્લી મેં પવન સામે ધરી,
સ્પર્શની તારા મને સંજીવની જીવાડશે..
સંમતિ જયારે મળે કે ના મળે આપની,
ઓષ્ઠ પણ વંકાય તો નારાજગી જીવાડશે...
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment