Wednesday, 2 November 2016

ગઝલ

વાત વહેવારની કરો તો ગમે
હાથ નહિ ખોબલો ધરો તો ગમે

એમ તમે જાણ બહાર કરામત કરી
એકલ થોડા તમે ઝૂરો તો ગમે

દોસ્ત, બુરા હાલ કંટકોથી થયા
ફૂલ બની બાગમાં ફરો તો ગમે

પાંદડીને રાતભર પસીનો વળે
તું કર એવો ઉજાગરો તો ગમે

વિષય હો માતબર શબ્દનો ભલે
અર્થસભર કંઈ ગઝલ કરો તો ગમે

એક તરફ તું ને સામે ‘મંથન’ હતો
છે વચમાં ખાલીપો, ભરો તો ગમે.

== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment