Friday, 11 November 2016

ગીત

એક જ દે ચિનગારી, મહાનલ!

એક જ દે ચિનગારી, મહાનલ!
  એક જ દે ચિનગારી... (ટેક)
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
  જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી...
          મહાનલ... એક જ દે ચિનગારી...
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી,
  ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી...
          મહાનલ... એક જ દે ચિનગારી...
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
  વિશ્વાનલ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી...
          મહાનલ... એક જ દે ચિનગારી...

- હરિહર ભટ્ટ

No comments:

Post a Comment