== ક્ષણભીતર==
જે સડક પરથી ગયો ત્યાં લોગ ભેગા થઇ ગયા
એક બે તારા સંબંધી કો’ક ભેગા થઇ ગયા
માણસોની છે કમી ત્યાં સ્વર્ગમાં શું ઓ ખુદા?
આમ સારા માણસો પરલોક ભેગા થઇ ગયા!
હું વિચારું છું હજુ તો જ્યાં પ્રથમ પદ કાવ્યનું
ત્યાં હૃદયમાં કેટલા સંજોગ ભેગા થઇ ગયા!
ડોક નાખી ક્ષણભીતર જ્યારે ગહનતા ઓળખી
આતમા, હૈયું ને મન સા’જોગ ભેગા થઇ ગયા
તન બધા પર કેટલા છે ચામડીના થીંગડા
વાત એવી કઇ ન’તી ને રોગ ભેગા થઇ ગયા
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment