Friday, 11 November 2016

ગઝલ

આંટીઘૂંટી

કીમિયાગર સૌદાગર ચતુર    જાણતા આંટી ઘૂંટી
છળકપટના ચકરાવામાં ખબર પડે ના ક્યારે લૂંટી

હૃદયભન્ગ  વિશ્વાશઘાત કરી ક્યારે મારે   સોગઠી
શકુની ચાલ ભયંકર એવી  પળમાં ગળુ   દે ઘોટી 

રચી પ્રેમના તરકટ નિકટતા કેળવે શબ્દ   લસોટી
રચી ચક્ર વ્યૂહ એવા ફસાવે ડીલે રહે ના   લંગોટી

અંદર  બહાર જુદું વર્તનમાં લાવે ક્યારે પરિવર્તન
કાચંડા જેમ રંગ બદલવો તક નીરખી કરતુ નર્તન

ઉષ્માવિહીન હસ્ત ધુનન કરે માત્ર આંગળીઓ આપી
પાખંડી લુચ્ચા બનાવટી ને પારખજો બરાબર ભાપી

સંવાદ  વાણી ને સંકેત ના   સધાય ના અનુસંધાન
સતર્ક રહી ને વ્યવહાર કરવો  રહે હંમેશા દેહ  ભાન

જીવન પથ પર ચાલતા મળે વટેમાર્ગુ ચિત્રવિચિત્ર
પોતપોતાનું કરી હાલતા પણ જવલ્લે મળે છે મિત્ર

બધું જાણતા હોવા છતાં પણ  પ્રેમ ગલી છે  અંધ
નિયતિ પર પણ થોડું છોડવું ઠરીઠામ કરશે  પ્રબંધ

કાળ  ગતિના પ્રચંડ પ્રવાહમાં છે સઘળું અનિશ્ચિત
દૂર અતીત ઓછાયે વર્તમાને 'હેમ' બને છે નિર્ભીક 

ડો.હેમેન્દ્ર જોશી

No comments:

Post a Comment