છે હજારો પાંચસોની નોટ જૂની શું કરુું?
બેહિસાબી રે હજારી નોટ જૂની શું કરું?
સૂંડલે ને સૂપડે ભેગી કરી'તી જે બધી
સાવ કોરી છે હજારી નોટ જૂની શું કરું?
સાચવી મેડા ભરીને,ગોદડા ને ગાદલે
ને કબાટે, એ હજારી નોટ જૂની શું કરું?
બેન્ક ભરચક,છે કતારો,ફેરબદલી ક્યાં કરું?
કેટલી પેટી એ હજારી નોટ જૂની શું કરું?
બે હજારી સોળની આ દેવદિવાળી પછી
પૂરવા દેવું હજારી નોટ જૂની શું કરું?
ડૉ. અયના ત્રિવેદી
અયુ
No comments:
Post a Comment