વૃક્ષોએ પ્રકાશને ગાળીને
કેટલાય ચાંદરડાંનું ભરત ભરી દીધું
એની સાડીમાં.
પક્ષીઓના કલરવ અને ઝરણાની ઝાંઝરીએ
મજબૂર કરી દીધાં એનાં ચરણોને નાચવા.
તો પછી
તમે હવે શાની રાહ જુઓ છો
બાબુચકની જેમ !
પહેરાવી દો તમારાં સાપનાંઓની માળા
એનાં ગળામાં ,
એમ કહેતો
એક નાનકડો છોડ
જુઓ
ઊભો છે તમારી બાજુમાં
-મનસુખ લાખાણી
No comments:
Post a Comment