મંદીર ઘરને મસ્જિદ વચ્ચે ભટકયો છું સતત,
તેથી મારી જાતને ઇસ્વર વચ્ચે ભટકયો છું સતત.
હતો આમતો આંસુથીય વધારે નજીક તારી,
તેથી આંખમાં કણાની જેમ
ખટકયો છું સતત.
હાથ ફેલાવું તો મંજિલ હાથવેંત દૂર હતી,
મોજા જેમ ઊછળી ઊછળી અટકયો છું સતત.
હે! નભ ઝાંજવા માફક મળવા જીવ વલવલે,
ને તું વરસાદ જેમ આવીને ટપકયો છું સતત.
જિંદગાની તુને જીવી બતાવવા જાત મારી,
મોક્ષ માટે ગર્ભમાં ઊલટો લટકયો છું સતત.
છુટકારો થવાનો એ ચોઘડિયું હવે દૂર નથી,
પછી મરણ માટે !નાકામ! દરબદર ભટકયો છું સતત.
મુકેશ કાનાણી !નાકામ!
No comments:
Post a Comment