લો હાથ અમારો પકડો હળવેથી,
હા આપ કરોને છણકો હળવેથી.
પ્રેમ બહુ છે નમણી માળા મિત્રો,
આપ પરોવો એ મણકો હળવેથી.
લોકો બદમાની કરશે સુણી ને
કે આપો અમને ઠપકો હળવેથી.
એ ચિંગારી સમજી ના અવગણ તું,
જોજે આ થાશે ભડકો હળવેથી.
ડર નહિ આ અંધારાથી તું પાગલ,
થાશે જ સવારે તડકો હળવેથી
*વિરલ દેસાઈ "પાગલ"*
No comments:
Post a Comment