Monday, 7 November 2016

ગઝલ

કચ્છમિત્રમાં પ્રગટ

ધજા ધરમની બાંધી....

પડછાયા જેના છેક આભ લગી વિસ્તર્યા
ઘજા  ધરમની  સંત  જલારામે  બાંધી

માંગ્યું  તેને 'વીરબાઇ'  સહિત આપ્યું
ધજા સખાવતની સંત જલારામે બાંધી.

હવા ને પાણી તો જલાના રામે આપ્યા
ધજા અન્નદાનની સંત જલારામે બાંધી.

ગહન વાતો દર્શન તણી કયાં કદી કીધી
ધજા રામનામની સંત જલારામે બાંધી.

સાધુ,સંત,પીર ને ફકીર વચ્ચે જેનો વાસ
ધજા  સતસંગની સંત  જલારામે બાંધી.

   -----કાજલ ઠક્કર

No comments:

Post a Comment