તું જયારે નહાય છે
ત્યારે કોલાહલ કરી મૂકે છે આ પાણી
બાકી તો....
પડ્યું રહે છે હાંડામાં,ગાગરમાં,બેડામાં,
ટાંકામાં,તળાવમાં કે દરિયામાં.
એને રણઝણવું હોય તારી ઝાંઝરીની જેમ
તો બની જાય ઝરણું
અને ભટવું હોય કસીને તો વરસી પડે વરસાદ બનીને.
તારા સ્પર્શે ચાંદનીમાં ચમકી ઊઠે પાણી
ને તારા વિયોગમાં થાય જળપ્રલય....
તું જયારે ન્હાય છે
ત્યારે કોલાહલ કરી મૂકે છે આ પાણી
બાકી તો.......
-મનસુખ લાખાણી
No comments:
Post a Comment