Thursday, 10 November 2016

ગીત

છોડ્યું ફળિયું, રમી ને ઘર-ઘર, દીકરી ચાલી.
સખી નું આણું, પાંચીકા નું પટોળું, દીકરી ચાલી.
મામો મુછાળો, ભરી બેઠો મોસાળું, દીકરી ચાલી.
માણેકસ્તંભ, રોપી ને આંગણીયે, દીકરી ચાલી.
હાથે મીંઢળ, ને તને પાનેતર, દીકરી ચાલી.
આંતરપટ, કેવો રૂડો છે વર, દીકરી ચાલી.
ભૈયા હિબકે, જવતલ ખડકે, દીકરી ચાલી.
દોડપકડ, ની યાદે ચોરી ફેરાં, દીકરી ચાલી.
નાની બેની ના, અશ્રુ નું માં માટલું, દીકરી ચાલી.
ગાડા ના પૈડે, વધેરી સંભારણા, દીકરી ચાલી.
છાતી એ ડૂમો, 'માં' એકાંત વલોવે, દીકરી ચાલી.
લઈ ને મ્હેક, 'માં' તારા ધાવણ ની, દીકરી ચાલી.
બાપ ની સંગે, પા પા પગલી પાડી, દીકરી ચાલી.
બાપ ના દિલે, થાપા, હથેળી છોલી, દીકરી ચાલી.
"કજલ" કાંધે, અર્થી મૂકી ડોલી ની, દીકરી ચાલી.
ચુક્યો "કજલ", પુણ્ય કન્યાદાન નું, દીકરી ચાલી.
આશિષ દેતો, "કજલ" ઉભો આભે, ને શ્રુષ્ટિ ખાલી.
આજ "કજલ", તારી દીકરી ચાલી, દીકરી ચાલી.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment