Thursday, 10 November 2016

ગઝલ

એક કવિતા: ધરા છે.
*****************
ફુલોથી સજી પરોઢ ખુદા જેવી આ ધરા છે.
સૂર્યનું પ્રથમ કિરણ ચૂમતું જેને એવી આ ધરા છે.

સંસ્કૃતિનો અખૂટ વારસો સાચવીને બેઠી,
સંભાળે એક મા બાળકને તેવી આ ધરા છે.

ધરબી અંદર અગન જ્વાળા ટાઢી બની ઉપરથી,
વૈરાગી વેષ લઈને મોઘમ દેવી આ ધરા છે.

કર્યા પેદા ગાંધી,નહેરુ, ઝાંસી અને પ્રતાપ ઘણાં,
દરેક ખૂણામાં અલગ મ્હેક કેવી આ ધરા છે !

માંગી રહ્યા હક આજે જે માટીએ ઘાટ ઘડ્યા,
આવી બતાવે દુશ્મન જેને લેવી આ ધરા છે.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment