Sunday, 20 November 2016

गझल

એક પ્રથમ આલિંગનનું સ્મરણ કરતી ગઝલ
ગાગા*4

સ્પર્શે સ્પર્શે જાગે સ્પંદન
આહા ! કેવું એ આલિંગન

એ હુંફાળા શ્વાસે શ્વાસે
પીગળતું જાયે મન ઉપવન

અધરો ઢાળે રસ સૂરાહી
ભાલે ગાલે દઇ દઇ ચુંબન

ઝરમર ભીંજે રીઝે આતમ
બૂન્દે બૂન્દે તરસે તનમન

રગ રગ દોડે લાવા જ્વાલા
થર થર ધબકે ભીનાં કંપન

સંકોચાતી ખુદ હું ખુદમાં
છૂટતું જાયે કેશનું ગુંફન

સર સર સરકે પાલવ ઉરથી
છમકે એવું કમ્મર બંધન

ચ્હેરે લીપી લજ્જા લાલી
પ્રિયવર ચુમતાં ગાલે ખંજન

થનગન નાચે ડગલું પગલું
ઝાંઝર ઝણકે મનનું રંજન

પુષ્પો ખીલ્યા પંખતુષારી
અંગે અંગે ભ્રમરનું ગુંજન

ગુંજે લયમય નભ રાગીણી
દિલ સિતારે સ્વરનું સર્જન

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

No comments:

Post a Comment