એટલું ક્હેવું છે મારું કે કશું ક્હેવું નથી;
બિનજરૂરી શબ્દ પેઠે સ્હેજ પણ વ્હેવું નથી !
ક્યાં સમય માફક કદી નિર્ભાંન્ત ક્ષણ જીવી શકું ?
એટલે કે મારું પણ સામ્પ્રત સમય જેવું નથી !
એકસરખું છે વલણ કોઈ પળે; કોઈ સ્થળે---
ફૂલ મઘમઘની અપેક્ષા છે જ ક્યાં; એવું નથી !
કોઈનાં અંતર- કમળમાં ઢળતી આંખે અવતરું;
આમ તો મારી ઉપર સ્હેજેય તો દેવું નથી !
આંખ કોણે જોઈ છે કારણ વિના ચૂઈ જતી ?
મેઘ ખાંગા થઈ ગયા પણ ભીનું કો' નેવું નથી !
ગુણવંત ઉપાધ્યાય
No comments:
Post a Comment