વાગી વાંસળી વૃંદાવને,
કપોત ઝૂક્યું કિરણ બની સપ્તરંગે ,
આપ્યું ચુંબન અધરે વળી એવું ,
ખળભળ્યું પ્રશાંત જળ, મનના તરંગો જેવું ,
સ્પંદનો ના તૃણ બધા રણઝણી ઉઠ્યા ,
જાણે ગ્રીવા પર શોભતો હીરલો ઝઘમગી ઉઠ્યો
ગીતસુધા ની વર્ષા ભીંજવે રાધિકાને ,
સઘ્નસ્નાતા સુંદરી શોભે ચંપા વર્ણે ,
આછું ગુલાબી વસ્ત્ર ફરફરે ભીના વાને ,
શ્યામ માધુરી છલકાવે છેદાયેલા અંગે,
હળવે હળવે ઊતરે અવની પર વ્યોમ ,
સકળ વિશ્વ સંચરે ક્ષિતિજ ની ઓર
અસ્મિતા
No comments:
Post a Comment