##અવઢવ##
અસમંજસની વણઉકેલી મડાગાંઠ ,
અવઢવમાં પડેલા અસ્પષ્ટ
ભાવ ,
હ્રદયના રણમાં મૃગજળનું આળસ,
ને હાફંવા માટે રણ થયું તૈયાર.
ખારા ખારા વિચારોના સ્વાદ,
મૃત પ્રાણી નાં અવાવરા દેહ
જેમ
અરમાનો પડ્યાં ,
ચીલ-કાગડાઓએ વેરવિખેર કરેલા
માંસ જેવા સ્વપ્નો.
ઠગારી અપેક્ષાઓનાં ભ્રામક ભરોસા..!
જેમ દેખાય હાથમાં ચાંદ.
કડ..ડ.. ડ ...ઢૂમ...
કરતી વિશ્વાસની કાચી દીવાલ સત્ય-અસત્ય,સ્વાભિમાન- અભિમાનનાં વંટોળે
ઢળી પડી,
કેટલીય...ઝંખનાઓ
કાટમાળમાં ફેરવાઈ .
ઘવાયેલા આઘાતનાં
તણખલાથી
ભડ.. ભડ.. ભડ..
બળતા અંતરઆત્માને પારાવાર પસ્તાવો છે .
અવઢવનાં ઓરડામાં
માતમ છે,
નિર્ણય ને લકવો થયો,
અપંગ વલણો ઢસળાઇ પડે,
સબનમની બુંદ જેવા સ્વપ્નો,
આંખ સામેથી ઓઝલ
ને હાથમાં માત્ર.....
અને માત્ર.. . ...
એની ભીનાશ છે.
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment