શ્રી ગઝલ
શ્રી ગઝલ ને ગીતકાવ્યો, હું તમારો અંશ છું !
આખરે હું પણ તમારા પૂર્વજોનો વંશ છું !
એટલે આવે છે મારી પાસ બોલાવ્યા વગર,
ઝેર જેવા જગમાં હું અમૃતનો જાણે ડંખ છું !
હું બગીચામાં ખીલેલા ફૂલની માફક નથી,
માંડવે પોંખાઇને હું આવનારો રંગ છું !
દ્વોપદીની જેમ કેવળ યુધ્ધનું કારણ નથી,
હું ગદા છું, તીર છું, તલવાર, ભાલા, શંખ છું !
આ કલમના શબ્દમાં સુખ છે અનાદિનું અને
શ્વાસ કે ઉચ્છ્ વાસમાં આરંભ કે ના અંત છું !
પારુલ વાળા
No comments:
Post a Comment