Sunday, 6 November 2016

ગઝલ

માથે પડેલા ભારતનું કારણ તલાશ કર,
ગ્રહો દશાની ચાલનું વારણ તલાશ કર.

ખૂંપી જનારા શૂળને રોકી જવા સબબ,
દોષે મઢેલા દ્રેષનું તારણ તલાશ કર.

આંબી જવાને પ્રેરતી મનની અગન સતત,
શ્રધ્ધા જમાવી આપતું દ્રાવણ તલાશ કર.

મમતા જનમતા જીવને પાળે જતન કરી,
બચપણ ઉછેરી પોષતું ધાવણ તલાશ કર.

કંઠી ભજેલા નામના મણકા રટણ કરે,
ધોવા હ્રદય ના મેલને શ્રાવણ તલાશ કર.

ખેલો કસબ ના ખેલતા વીરો વતન તણા,
ત્રાડે ડરાવી મારતી વાઘણ તલાશ કર.

માસૂમ જગારા મારતી આંખે ચડી ચમક,
જીવન સમારી આપતી  થાપણ તલાશ કર.

                     માસૂમ મોડાસવી

No comments:

Post a Comment