Sunday, 6 November 2016

ગઝલ

અંદરથી એ અરધો બોલે,
ઉંડાણેથી પડઘો બોલે.

શબ્દો પણ ગંધાતા લાગે,
માણસ જાણે સડતો બોલે!

આંખે અટક્યું આંસુ જાણે,
હસતો લાગે રડતો બોલે!

વાતે વાતે ધૂઆં કાઢે,
માણસ જાણે બળતો બોલે!

સહિયારું સૌ વેચી લીધું,
મારું-તારું કરતો બોલે!

પંપાળીને હુંપદ કાયમ,
પાખંડી થઇ લડતો બોલે
                - શિવમ રાજપુત

No comments:

Post a Comment