Wednesday, 9 November 2016

ગઝલ

નભના સિતારાનું ય વિસર્જન છે ઝૂલ્ફમાં,
તેથી ધરા ય આખી આ રોશન છે ઝૂલ્ફમાં.

વિખરાઈ અંધકાર પૂનમમાં જ થઈ જતે,
સારું થયું કે કૈંક તો બંધન છે ઝૂલ્ફમાં !!

સમજી રહ્યા છે જેને સિતારા જે આજકાલ,
એ તો અમારું છાનું ત્યાં રૂદન છે ઝૂલ્ફમાં.

એની સજા છે એથી ગઝલ મેં રચી લીધી,
બાકી પઠન ને મારું સૌ વાંચન છે ઝૂલ્ફમાં.

'પ્રત્યક્ષ' ભિન્ન ભિન્ન રૂપો છે સનમ મહીં,
ક્યારેક દોસ્ત, કો'ક દી' દુલ્હન છે ઝૂલ્ફમાં.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment