Wednesday, 9 November 2016

ગઝલ

કોણ સુગંધી સાંજે, આહા!
આવ્યું આ દરવાજે, આહા!

સપ્તસુરોની તાન થઈ
વાજુ ઝીણું  બાજે, આહા!

ઘેલા મારા અંતરિયામાં
ઢોલ નગારા ગાજે, આહા!

સોંસરવું  ફેલાયું  અંદર
રુંવેરુંવે શું  આજે, આહા!

નીરખી એને અંગ અમારું
લજામણી શું  લાજ, આહા!

નાચંતા મનડાને રાખું
ક્યાં સુધી મલાજે, આહા!

મીરા શી મતવાલી થઈ
જાત તમારે કાજે, આહા!

'મસ્ત' હરીશરણમાં આવી
નાચી તારા સાજે, આહા!

હેમા ઠક્કર "મસ્ત "...

No comments:

Post a Comment