Wednesday, 9 November 2016

ગઝલ

પ્રેમમાં  એ  તિરાડ થઈ ગઈ છે,
લાગણીઓ બગાડ થઈ ગઈ છે.

વેદનાં    ખાબકે   ડુમો    લાદી,
રાત સઘળી વદાડ થઈ ગઈ છે.

કરવતે  દુઃખ   વહેરવાં   જાતાં,
દુર્દશા જો  પહાડ  થઈ ગઈ છે.

શબ્દની જ્યાં હતી બધી રમતો,
મૌન બાણે પછાડ થઈ ગઈ  છે.

છે   કફનની  જફા  બધી   કેવી,
કર્મ  આડે  કમાડ  થઈ ગઈ  છે.

ખેલની   હોડમાં   ખરાબી   જો,
કો' ખુદા નામ ધાડ થઈ ગઈ છે.

વેતરાં   પાર  પાડતાં   'જ્ન્નત',
જિંદગી આ જુગાડ થઈ ગઈ છે.

-જ્ન્નત
પિનલ સતાપરા

No comments:

Post a Comment