Wednesday, 9 November 2016

ગઝલ

મુલાયમ નોટ હવે કાગળ થઈ ગઈ ,
કોઈક ને તો  કો  ગ્રેસ કાળી  થઈ ગઈ  ,

જનતાને મજા પડી ને રાહત થઈ ગઈ ,
ચાલીસ ની છાતી છપ્પન ની થઈ ગઈ  ,

જોર નો ઝટકો  ધીરે થી  લાગ્યો  ભાઇ  ,
મોટા મોટા ની ગણતરી ઉંધી થઈ ગઈ ,

હજી  તો  છે દેશ મા ઝગમગ દિવાળી  ,
ત્યાંતો  બધી પાર્ટી ને હોળી થઈ  ગઈ  ,

હજી હમણા સુધી સીગારેટ પીતા  તા ,
જોત જોતા મા સાદી  બીડી  થઈ ગઈ  ,

મરદ ના ઘા કાઇ મોળા હોય નહી કદી ,
તલવાર માથી  નાની છુરી થઈ ગઈ  ,

કાળા ધોળા અને પાછા ધોળા  કાળા ,
રમતા રમતા પાછી પાવલી થઈ ગઈ  ,

હવે દોડો તમે  આમથી  તેમ બજાર મા ,
મોટર હતી  ઇ બળદ ગાડી થઈ  ગઇ ,

મુછ મરડતા માંધાતાઓ ની વાત કરુ છુ ,
'અરવિંદ ' આતો મરદમાથી બાઇ થઈ ગઈ. .....

                                      અરવિંદ સંઘવી....

.....

No comments:

Post a Comment