Friday, 11 November 2016

ગઝલ

પ્રિન્ટની ખુશબૂની સાથે અર્થ પણ મ્હેકાય છે.
શ્વાસ ઊંડા ખેંચવાથી આંખ બહુ ઘેરાય છે.

ડોલ માથે રેડીને રસ્તા ઉપર હું નીકળું,
એમ કરતા મારા મનનો તાપ ઓછો થાય છે.

એકથી એક શ્રેષ્ઠ એવા કામ કરતા જાવ તો
આ ગુફાના ગુપ્ત રસ્તે દૂર લગ પહોંચાય છે.

રાતનો અજવાસ ઠંડો, ખૂબ ઠંડો છે અહીં;
તોય એને સ્પર્શવાથી હાથ દાઝી જાય છે.

આપણો સંબંધ પલળી જાય એવું શક્ય છે,
ઓરડાની છતમાં આજે વાદળા બંધાય છે.

- કુલદીપ કારિયા

No comments:

Post a Comment