Sunday, 6 November 2016

અછાંદસ

યાદ છે?
તે દિવસે મેં મારી હથેળી
તમારી હથેળી પર મૂકેલી?
હું ઘેર પહોંચ્યો,પછી જોયું તો-
મારી હથેળીમાં
એક પણ હસ્તરેખા નહોતી.

બારણે લટકાવેલી મારી નેઇમપ્લેટે પણ
મને અટકાવીને પૂછ્યું,
‘શું અહીં રહે છે હર્ષ?’

મારી હસ્તરેખાઓ તમે ભૂંસી નાખી હોય
તો મહેરબાની કરીને ફરી ચીતરી આપો!
કાલે સવારે મારે
ખોબામાં મૃગજળ લઈ
સૂર્યને અંજલિ અર્પવાની છે!

--- હર્ષ બ્રહ્મભટ્ટ

No comments:

Post a Comment