== માણસ છું એટલે ==
એક સુકન્યાએ,
વાંદરાનો ફોટો બતાવી
પૂછ્યું, “કહેજો કોનો છે?”
“મારો છે” એને ગમતો જવાબ આપ્યો
પણ-
તમે જોયા હશે
ઘણા વાનરો છત પર
તેને જોઈ હસતા બાળકો પણ.
મને જોઈ
નથી હસતા બાળકો પણ
કેમ કે
હું વધુ ખરાબ છું વાનરો કરતા પણ!
નાની શાખા પર વાનરો નથી બેસતા કદી
બેસુમાર ચોળી છે કળીઓ મેં તો!
અરે,
વાનરોના બધા આચાર નિયત છે.
બેસુમાર કર્યા છે ભ્રષ્ટાચાર મેં તો !
વાનરોની સભામાં એક દી
મેં પણ ઉમેદવારી નોધાવી!
ફોર્મ રીજેક્ટ થયું!
મૌખિક કારણ જણાવવામાં આવ્યું.
“અમે અમારા સમાજને બગડવા નથી માંગતા.”
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment